મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલું ઘાસ વેચવા માટે જઈ રહેલા આધેડ મહિલાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સામુબેન નોધાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) નામના આધેડ મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલુ ઘાસ વેચવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સામુબેન સોલંકીને ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક મહિલાને બે દીકરા અને બે દીકરી હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના  ૩૦ વર્ષના યુવાનને કોઈ કારણોસર થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝવ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા જય રમણીકભાઈ પરમાર નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તે જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






Latest News