મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની પાવડયારી કેનાલ પાસે શાકમાર્કેટ નજીકથી બાઈકની ચોરી


SHARE











મોરબીની પાવડયારી કેનાલ પાસે શાકમાર્કેટ નજીકથી બાઈકની ચોરી

મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં પાવડયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ નજીક યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યુ હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલા સોનો સેનેટરી કારખાનામાં કામ કરતા અને  ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા ચંદનકુમાર અર્જુનસિંહ કુસવાહ જાત જાતે (૩૦) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૯૧૨૩ લઈને શાપર ગામની સીમમાં પાવડયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ ખાતે ગયા હતા ત્યારે ત્યાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમ ચલાવી રહી છે






Latest News