મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં પોલીસ જમાદાર રિક્ષાવાળા સાથે બોલાચાલી કરીને ગાળો આપી માર મારતો હતી જેથી રિક્ષા વાળાએ વાંકાનેર નગરપાલિકાના માજી સભ્યને ફોન કરતાં તે ત્યાં આવ્યા હતા અને ઝઘડો ન કરવા માટે અને માર ન મારવા માટે સમજાવ્યું હતું ત્યારે પોલીસ જમાદારના સગાએ પાલિકાના માજી સભ્યના ફોન ઉપર ફોન કરીને હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર હાલી જાઓ છો તેવું કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ પાલિકાના માજી સભ્ય ટાઉનહોલ પાસે બેઠા હતા ત્યારે આવીને અમારા જમાઈને ફરી ક્યારેય કાંઈ કીધું છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હાલમાં આ બનાવ સંદર્ભે વાંકાનેર પાલિકાના માજી સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ચાવડી ચોક પાસે આવેલ બહુચરાજી શેરીમાં રહેતા વાંકાનેર નગરપાલિકાના માજી સભ્ય રાજ કેતનભાઇ સોમાણી જાતે લોહાણા (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સુભાષ હમીરભાઈ હણ રહે. કુંભારપારા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના ઘરે હતો ત્યારે તેને કાનાભાઈ દાનાભાઈ ગમારા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે વાંકાનેરના માર્કેટ ચોક પાસે સીએનજી રીક્ષા લઈને ઉભો હતો ત્યારે વિજય કરોતરા પોલીસ જમાદારે તેની સાથે માથાકૂટ કરીને અપશબ્દ કહયા હતા અને માર માર્યો હતો તેવું ફરિયાદી પોતાના ઘરેથી વાંકાનેર માર્કેટ ચોકે આવેલ ત્યારે વિજય જમાદાર તથા કાનાભાઈ ગમારા તે બંને ત્યાં હાજર હતા અને બીજા માણસો પણ હાજર હતા ત્યારે કાનાભાઈ સાથે વાતચીત કરી વિજયભાઈ જમાદારને તેની સાથે ખોટી રીતે બોલાચાલીને ઝઘડો નહીં કરવા અને માર નહીં મારવા માટે સમજાવ્યું હતું દરમ્યાન તેના મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને જેમાં સામેથી બોલતા વ્યક્તિએ હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર ચાલી જાવ છો જેથી ફરિયાદીએ જવાબ આપતા તેને કહેલ કહે તો ફેસ ટુ ફેસ હવા કાઢવી હોય તો થઈ જાવ. ત્યારે ફોન ઉપર વાત કરતા શખ્સે કહ્યું હતું કે અમારા જમાઈ સાથે શું કરવા ઝઘડો કરો છો તમે માર્કેટ ચોકમાં છો ને હું ત્યાં આવું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને થોડીવાર બાદ જ્યારે ફરિયાદી ટાઉન હૉલ પાસે બેઠા હતા ત્યારે ત્યાં હમીર ભગતનો છોકરો સુભાષ હમીરભાઈ હણ આવ્યો હતો અને તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને અમારા જમાઈ વિજયભાઈ જમાદારને ફરી ક્યારેય કાંઈ કીધું છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ત્યારે ફરિયાદી અને આરોપીની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવા લાગતાં ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા જેથી કરીને સુભાષ હમીરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો હાલમાં ભોગ બનેલા પાલિકાના માજી સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News