મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર જુગારી પકડાયા


SHARE







મોરબીના યમુનાનગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર જુગારી પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડે આવેલ યમુનાનગર શેરી નંબર ત્રણ માં જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા અશ્વિનસિંહ દોલુભા ઝાલા જાતે દરબાર (૪૫), જયશ્રીબેન દિલીપભાઈ સારલા જાતે કોળી (૩૯), રંજનબેન મનસુખભાઈ સારલા (૪૬) રહે. ત્રણેય યમુનાનગર અને વનિતાબેન ભરતભાઈ સારલા (૪૫) રહે. નવલખી રોડ રોકડીયા હનુમાનની સામે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા રાકેશભાઈ શેખાભાઈ કલોતરા જાતે રબારી (૧૯)એ સેન્ટ્રો કાર નંબર જીજે ૯ બીબી ૫૯૭૯ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાયસંગપુર ગામ થી હળવદ બાજુ જતા રસ્તા ઉપરથી આરોપી તેની સેન્ટ્રો કાર લઈને પસાર થયો હતો ત્યારે તેને ફરિયાદીના બાઈક નંબર જીજે ૩૬ એએચ ૯૪૦૭ ને સામેથી આવીને ટક્કર મારી હતી જેથી ફરિયાદીને જમણા પગમાં બે ફ્રેકચર થયેલ છે તથા શરીર નાના મોટી ઈજા થાય છે તેમજ બાઈકમાં તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને પણ ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર લીધા બાદ રાકેશભાઈ કલોતરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News