મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આહીર સમાજ દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ છે તેવી જ રીતે ૧૪મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી આહીર સમાજના આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રભુદાસ બાપુ (સંત માતૃશ્રી રામભાઈની જગ્યા વવાણીયા) રહ્યા હતા. આ કાર્યક્રમના સહયોગીદાતા સ્વ.વાલાભાઈ નથુભાઈ ચબાડના સ્મરણાર્થે પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ તેમજ યોગેશભાઈ વાલાભાઈ ચબાડ હતા અને આર્થિક સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડિસ્ટ્રિક્ટ રૂલર ડેવલોપમેન્ટ ઓફિસર જયશ્રીબેન જરૂ, એડિશનલ કલેકટર આઇ.એસ.આહીર, આરએમસી રાજકોટ ઝોનના નિર્મળભાઈ ગોગરા, આસિસ્ટન્ટ કમિશનર ગુજરાત સ્ટેટ જીએસટી અમદાવાદના વિક્રમભાઈ ખુંગલા હિસાબી અધિકારી વર્ગ એક અમરેલી જિલ્લા પંચાયત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને સહિતના હાજર રહ્યા હતા આ તકે ૨૪૯ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે બે ક્લાસ- ૧ અને ૨ અધિકારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ૯ નિવૃત્ત કર્મચારીઓના સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ રાણાભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગંજિયા, રાજેશભાઈ મંઢ, રમેશભાઈ છૈયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News