મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં મૃત્યુ પામેલા પિતાને આવેલા દસ લાખ માટે ભાઈએ ભાઈ ઉપર કર્યો જીવલેણ હુમલો


SHARE







મોરબીમાં મૃત્યુ પામેલા પિતાને આવેલા દસ લાખ માટે ભાઈએ ભાઈ ઉપર કર્યો જીવલેણ હુમલો

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવાન ઉપર તેના જ સગા ભાઈએ પ્લાસ્ટિકના હાથા વાળી બ્લેડ વડે હુમલો કર્યો હતો અને આડેધડ શરીર ઉપર ઘા જીકી દીધા હતા જેથી તેને લોહી નીકળવા લાગ્યા હતા અને તે યુવાનને તેના ભાઈએ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના જ ભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૧૪ માં રહેતા ભામેવેશભાઈ હીરાભાઈ સાવરીયા જાતે અનુ. જાતી (૩૬) એ હાલમાં તેના સગા ભાઈ દિનેશભાઈ હીરાભાઈ સાવરીયા જાતે અનુ. જાતિ રહે. શોભેશ્વર રોડ ભુવનેશ્વરી પાર્ક મોરબી વાળાની સા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પિતા મોરબીની એલ.ઇ. કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા અને તે મરણ જતા રૂપિયા દસ લાખ આવેલા હતા જે પૈસાની ઉઘરાણી કરીને ગત તા. ૨૪/૯/૨૩ ના રોજ બપોરના પોણા એકાદ વાગ્યાના અરસામાં ફરિયાદી યુવાન વજેપર શેરી નં-૧૪ માં ડુંગરભાઇના ઘર બહાર ઓટલા પાસે બેઠો હતો ત્યારે તેનો સગો ભાઈ દિનેશ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે તારે હવે શું કરવાનું છે તેમ કહીને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો અને આવેશમાં આવીને તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકના હાથા વાળી બ્લેડ વડે તેણે ફરિયાદીને ડાબા હાથની બે આંગળીમાં, ડાબા હાથના પંજામાં, ડાબા હાથની કોણીએ અને ડાબા ખભા ઉપર આડેધડ ઘા જીકીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સગા ભાઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News