મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક જાગૃતિ સેમીનાર-પ્રમાણીત વેપારી અને કર્મચારીનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં ગ્રાહક જાગૃતિ સેમીનાર-પ્રમાણીત વેપારી અને કર્મચારીનો સન્માન સમારોહ યોજાયો

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા છેલ્લા ૨૫ વર્ષથી જાગો ગ્રાહક જાગો નેજા હેઠળ ગ્રાહક જાગૃતિ સેમીનારનુ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં રવાપર ગામે આવેલ ઉમા હોલમાં કરવામાં આવેલ સેમીનારમાં કર્મનિષ્ટ કર્મચારી, પ્રમાણીત વેપારી તથા સેવા ભાવી ડોકટરો અને સમાજ સેવકો આમ કુલ મળીને ૬૫ લોકોની સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે મોરબી ગ્રાહક તકરાર કમીશનના ન્યાયમૂર્તિ ડી.એ. જાડેજા ઉપસ્થીત રહેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે એન.એચ. મહેતા ઉપસ્થીત રહેલ હતા તે ઉપરાંત ઘનશ્યામસિંહ એસ. ઝાલા (પ્રમુખ નારાયણ સંસ્થા મોરબી), જયદિપસિંહ ઝાલા, કચ્છ ભુજના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ તરીકે રંજનબેન ચૌહાણ, મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મહીલા મંડળના પ્રમુખ રેણુકાબેન કે. મહેતા, પ્રગતિ મહીલા મંડળના પ્રમુખ શરદભાઇ સંપટ, જગદીશ કે. રાવલ, જે.કે. સાંચલા હિરેનભાઇ ભાટાસણા, અશ્વીન સિનોજીયા, પ્રવિણ પટેલ, કીશોરભાઇ ગૌસ્વામી, ગૌતમભાઇ વામજા સહિતના હાજર રહ્યા હતા અને ગ્રાહકના હક અને હીતની વાત કહેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઇ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ, હિતેષભાઇ મહેતા, કિશનભાઇ પટેલ, વિરલભાઈ મંડિર અને સમીર સોની સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News