મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના નાગલપર પાસેથી બંદૂક સાથે પકડાયેલા શખ્સને હથિયાર આપનારની શોધખોળ


SHARE











મોરબીના નાગલપર પાસેથી બંદૂક સાથે પકડાયેલા શખ્સને હથિયાર આપનારની શોધખોળ

મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાયા વેણમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીના એક દિવસના રિમાન્ડ દરમ્યાન હથિયાર આપનારનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને કિશોરભાઈ હીરાભાઈ રૂદાતલા જાતે કોળી (૪૪) રહે. અમરાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા દરમ્યાન તેને આ હથિયાર નાની વાવડી ગામે રહેતા દિગુભા જાડેજા પાસેથી મળ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી તપાસનીસ અધિકારી પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે અને અગાઉ પકડાયેલ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે જમીન મુક્ત થયેલ છે






Latest News