મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનાર ટ્રક ચાલક ઝડપાયો


SHARE











મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનાર ટ્રક ચાલક ઝડપાયો

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક રેઢો મૂકીને નાશી ગયો હતો.જેથી ફરિયાદ નોંધાયેલ જેમાં આરોપી ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતા ચોક પાસે રહેતા હિતેશભાઈ કરશનભાઈ ચૌહાણ (૨૧) એ જેતે સમયે ટ્રક નંબર જીજે ૨૧ ડબલ્યુ ૭૭૧૧ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, તેમના મોટાભાઇ શિવાભાઈ કરશનભાઈ ચૌહાણ (ઉમર ૩૫) પોતાનું બાઈક લઈને ટિંબડી ગામના પાટીયા પાસે સતનામ કાંટા સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈ શીવાભાઈને કમર, બંને પગ અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી.જેથી શિવાભાઇનું મોત નીપજયું હતું.બનાવ બાદ આરોપી પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હતો.જેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ.ઝાલા અને રાઇટર સંજય નકુમ દ્રારા ટ્રક ચાલક કયામુદિન સરફુદિન હુશેયૈનમિંયા અંસારી (૩૬) રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ ની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસેથી બાઈકમાં જઈ રહેલ અરવિંદભાઈ ચૌધરી (૪૫) અને પૂજાબેન અરવિંદભાઈ ચૌધરી (૪૩) બંને બાઈકમાંથી અકસ્માતે નીચે પડી જતા બંનેને અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જે અંગે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે તપાસ હાથ ધરી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ મહાવીરનગર સોસાયટીમાં રહેતા હિતેશ હસમુખભાઈ નકુમ નામના ૩૪ વર્ષના યુવાને ખાખરાવાળી મેલડી માતાના મંદિર નજીક કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News