મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











હળવદના શક્તિનગર પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ શક્તિનગર ગામથી હળવદ તરફ આવતા પુલ પાસે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા કાંતિભાઈ જેસીંગભાઇ ઝિંઝવાડીયા (૩૮) નામનો યુવાન હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ શક્તિનગર ગામથી હળવદ તરફ આવતા પૂલ બાજુ આવી રહ્યો હતો દરમિયાન તેનું બાઈક નંબર જીજે ૧૩ બીડી ૧૮૦૩ કોઈપણ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થયું હતું જેથી કરીને બાઈક ચાલક કાંતિભાઈ ઝીંઝવાડીયાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતકના ભાઈ જગદીશભાઈ જેસીંગભાઇ ઝીંઝવાડીયા (૪૨) રહે. કંકાવટી તાલુકો ધાંગધ્રા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News