મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મહારાષ્ટ્રના ચીટીંગના ગુનામાં અને સુરેન્દ્રનગરની ચોરીના ગુનામાં આરોપીઓ મોરબીમાંથી પકડાયા


SHARE







મહારાષ્ટ્રના ચીટીંગના ગુનામાં અને સુરેન્દ્રનગરની ચોરીના ગુનામાં આરોપીઓ મોરબીમાંથી પકડાયા

મોરબી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે સતત વધી રહ્યુ છે અને ભારે ગુના પણ મોરબીમાં ખૂબ જ બની રહ્યા છે.દરમિયાનમાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના થાણે વિસ્તારના નારપોળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ છેતરપિંડીના ગુનામાં મોરબી ખાતેથી સતવારા આધેડને હસ્તગત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને તે રીતે જ સુરેન્દ્રનગરના નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને પણ મોરબીના નાની વાવડી ખાતેથી ઉઠાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના થાણે વિસ્તારના નારપોળી પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઇ રોહન સેવાર મોરબી આવ્યા હતા અને અહીં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ કરવામાં આવ્યું હતું અને તેઓના નારપોળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઇપીસી કલમ ૪૨૦, ૪૦૬, ૪૬૫ અને ૪૬૭ હેઠળ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં શકદાર લાલજીભાઈ પેથાભાઈ કણજારીયા (ઉમર ૫૨) હાલ રહે.શ્રીજી ઢોસા નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ મોરબી મૂળ ખંભાળિયા વાળાઓને હસ્તગત કરવામાં આવ્યા હતા અને તપાસના કામે હાલ તેઓને સાથે નારપોળી પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

તે રીતે જ વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનના દેવરાજભાઈ મગનભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપી જણાવ્યું હતું કે, તેઓના નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનામાં આઇપીસી કલમ ૪૫૪, ૩૮૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ છે.જે ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રતાપ મંગાભાઈ પરમાર હાલ રહે.મોરબી નાની વાવડી સતનામ ગૌશાળા સામે વાળો મોરબી હોવાની બાતમી મળી હતી.જેથી અહીં મોરબી ખાતેથી મોડી રાત્રિના પ્રતાપ પરમારને હસ્તગત કરીને તપાસના કામે નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાતે અનેક ઉદ્યોગ ગૃહ આવેલા છે અને તેમાં કાચા પાકા માલ માટે ખનીજની ભારે મોટી માત્રામાં પરિવહન થતું હોય છે પરંતુ તે પૈકી મોટાભાગના વાહનોમાં પાસ-પરમિટ કે રોયલ્ટી વિના જ ખનીજ ચોરી કરીને વાહનો દોડતા હોય તેવું જોવામાં આવે છે અને એક વખત વિજીલન્સ સહિતની ઉચ્ચ કક્ષાની ટીમોએ મોરબી ખાતેથી ખનીજ ચોરી કરતા વાહનો પકડ્યા છે.દરમિયાનમાં કામગીરી દર્શાવવા માટે સ્થાનિક વિભાગ દ્વારા પણ એકલદોકલ વાહનો પકડવામાં આવતા હોય છે.તે મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના એમ.આર.ગોજીયા તથા સ્ટાફે સામાકાંઠે માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસેથી નીકળેલ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૭૧૦૮ ના ડ્રાઇવર મુન્ના કાનજી થરેસા રહે.કડીયાણા તા.હળવદ ને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલ ડમ્પરમાં ભરવામાં આવેલ ખનીજ અંગે આધાર પુરાવા રોયલ્ટી પાસ પરમીટ માંગવામાં આવ્યા હતા.જોકે તેની પાસે કોઈપણ જાતનો પરવાનો ન હોવા છતાં ખનીજ પરીવહન થતું હોવાનું સામે આવતા દંડ વસુલવાની કાર્યવાહી અર્થે વાહનને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News