વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામનો બનાવ : નશાની હાલતમાં કુવામાં પડી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના શનાળા ગામનો બનાવ : નશાની હાલતમાં કુવામાં પડી જતા યુવાનનું મોત

મોરબીના શકત શનાળા ગામે ગઈકાલે મોડી રાત્રીના અકસ્માત બનાવ બન્યો હતો જેમાં યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નસાની હાલતમાં શનાળા ગામે રહેતો યુવાન ગામમાં આવેલા કુવામાં પડી ગયો હતો અને આ અવાવરૂ કુવામાં પડી જવાના લીધે યુવાનનું મોત નિપજેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા ગામના મહિપતભાઈ અમરશીભાઈ સનારીયા નામના ૩૦ વર્ષના યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરી જણાવ્યું હતું કે, મોરબીના શનાળા ગામે શક્તિ માતાના મંદિર પાછળ આવેલ આંબેડકર વાસ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દેસાભાઇ સનારીયા નામનો ૪૦ વર્ષીય યુવાન શક્તિ માતાજીના મંદિર પાછળ આવેલ અવાવરૂ કુવામાં પડી ગયો હતો અને નશાની હાલતમાં તે મોડીરાત્રિના કૂવામાં પડી ગયો હોય તેનું મોત નીપજ્યું હતું.તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરી આગળની તપાસ સાથે કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં નશાની હાલતમાં રાજેશભાઈ દેસાભાઇ સનારીયા નામનો ૪૦ વર્ષનો યુવાન શનાળા ગામે આવેલ અવાવરૂ કુવામાં પડી ગયો હતો જેના પગલે તેનું મોત થયેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસેના તિરૂપતિ પેટ્રોલ પંપ પાસે ઢુવા નજીક રોડની સાઈડમાં ઉભેલા દીપાભાઇ પરશુરામભાઈ ભીલ (ઉમર ૨૩) મૂળ રહે.રાજસ્થાન હાલ મોરબી વાળાના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું.જેથી ઇજા પામેલ હાલતમાં દીપાભાઇ ભીલને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વૈભવનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ લીંબાભાઈ કુંડારીયા (ઉમર ૫૧) નામના આધેડ બાઈક લઈને મોરબીના શનાળા રોડ જીઆઇડીસીના નાકા પાસેથી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ત્યાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઈજા થતાં ધર્મેન્દ્રભાઈ કુંડારીયાને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તાર પાછળ આવેલ શિવ સોસાયટી વિસ્તારમાં રહેતા ધરમશીભાઈ ગણેશભાઈ રતનપરા નામના ૫૮ વર્ષીય આધેડ મોરબીના ઘુંનડા રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે ઘુનડા રોડ ઉપર ભરડિયા નજીક ચાલુ બાઈકે તેઓને ચક્કર આવી જતા તેઓ નીચે પટકાયા હતા જેથી ઇજા પામેલા ધરમશીભાઈ રતનપરાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે






Latest News