મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.જેમા ધોરણ-૫ થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ.જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ડો.મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા તેમજ પીએસઆઇ હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા વિગેરે મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિષે યુવાનોને માહિતગાર કર્યા હતા.તેમજ મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન  સમારોહને સફળ બનાવ્યો હતો.આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ દાતાઓની આભારવિધી રિલીફ કમિટીના સહકન્વીનર રાજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News