મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા, જૂના ઘાટીલા અને આદેપરમાં જન્માષ્ટમીએ શોભાયાત્રા, મટકી ફોડ અને રસ ગરબાનું આયોજન


SHARE







મોરબીના બગથળા, જૂના ઘાટીલા અને આદેપરમાં જન્માષ્ટમીએ શોભાયાત્રા, મટકી ફોડ અને રસ ગરબાનું આયોજન

મોરબી તાલુકાના બગથળા ગામે અને જૂના ઘાટીલા ગામે જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવેલ છે તેની સાથોસાથ મટકી ફોડ અને રસ ગરબા પણ રાખવામા આવેલ છે જેથી કરીને આયોજકો દ્વારા લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી તાલુકાનાં બગથળા ગામે જય ગોપાલ ગ્રુપ ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીના દિવસે રાત્રે ૯ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા નકલંક મંદિરેથી નીકળીને નિશાળના ચોકમાં આવશે અને દામજી ભગતની હાજરીમાં ઠાકરને તેડીને ચોકમાં ડીજેના તાલે રાસ-ગરબા રમાડવામાં આવશે. ત્યારબાદ ભવ્ય આરતી કરવામાં આવશે અને રાત્રે ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમ માણવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

આગામી જન્માષ્ટમીની ઠેરઠેર ઉજવણી કરવા માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂના ઘાટીલા ગામે યુવા ગ્રૂપ દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડનું બેન્ડ વાજા સાથે આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રા બપોરે બે વાગ્યે શરૂ કરવામાં આવશે અને સાંજે છ વાગ્યા સુધી આખા ગામમાં ફરશે અને આ શોભાયત્રામાં અનેક જગ્યાએ મટકીફોડ કરવામાં આવશે તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

 

મોરબીના અદેપર ગામે જન્માષ્ટમી નિમિતે જુના રીતરિવાજ પ્રમાણે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે,  છેલ્લા 35 વર્ષથી આ રીતે આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ વર્ષે મટકી ફોડના કાર્યક્રમને પણ રાખવામા આવેલ છે જેથી કરીને શોભાયાત્રા અને મટકીફોડમાં ગામના ધર્મપ્રેમી લોકોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News