મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નવી પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ જુગારી પકડાયા: ૭૭,૨૦૦ ની રોકડ કબજે


SHARE







મોરબીના નવી પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ જુગારી પકડાયા: ૭૭,૨૦૦ ની રોકડ કબજે

મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ અમરનાથ સોસાયટીમાં મકાનની પાછળના ભાગે આવેલ સાર્વજનિક પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી ત્યારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા મહિલા અને પુરુષો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે પાંચ મહિલા સહિત કુલ ૧૦ જુગારીઓને પકડીને તેની પાસેથી ૭૭,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જીજ્ઞાસાબેન કણસાગરાને મળેલ બાતમી આધારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે અમરનાથ સોસાયટીમાં મકાનની પાછળના ભાગમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા મહિલા અને પુરુષો ઝડપાયા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી અજયભાઈ નરેન્દ્રભાઈ પાનસુરીયા (૩૩) રહે. અમરનાથ સોસાયટી નવી પિપળી, પ્રહલાદભાઈ લખમણભાઇ ભરમાણી (૪૩) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી, અજીતભાઈ બચુભાઈ બણોધરા (૩૧) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી, પાલાભાઈ દેસાભાઇ ગાગીયા (૩૫) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી, દશરથભાઈ મહાદેવભાઇ જીંજવાડીયા (૩૨) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી, શિલ્પાબેન શૈલેષભાઈ મજેઠીયા (૩૦) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા (૫૨) રહે. અમરનાથ સોસાયટી નવી પિપળી, મંજુબેન પ્રહલાદભાઈ ભરમાણી (૩૯) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી, જનકબેન ઉર્ફે જનીબેન અજીતભાઈ બણોધરા (૨૭) રહે. શોભેશ્વર રોડ માફાતિયાપરા મોરબી અને પિનલબેન હરેશભાઈ કુંડારીયા (૨૫) રહે. ગાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૭૭,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતા સારવારમાં
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીંની સરકારી હોસ્પિટલના ડો.ડી.પી.રાણપરાએ ટેલિફોનથી યાદી લખાવીને જણાવ્યું હતુ કે રામયાદવ રામનગીના કુશ્વાહ (ઉ.વ.૫૮) હાલ રહે.સોખડા ગામના પાટીયા પાસે જયશંકરભાઇની વાડી વાળાને તા.૨૯ ના રાતના બારેક વાગ્યાના અરસામાં સાપે દંશ દેતા રામયાદવભાઇ કુશ્વાહ સારવારમાં આવતા તેમને સારવારમાં દાખલ કરેલ છે જે અંગેની નોંધ કરીને તેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજાને સોંપવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી તાલુકા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્રેની સરકારી હોસ્પિટલના ડો.ડી પી.રાણપરાએ ટેલિફોન યાદી લખાવીને માહીતી આપતા જણાવ્યું હતુ કે મારામારીના બનાવમાં ઇજા પામનાર અભય જવાહરભાઇ તિવારી (ઉ.વ.૩૨) હાલ રહે.ટીંબડી ગામના પાટીયા પાસે એસ્ટા કંપનીમાં વાળાને સારવાર માટે લાવેલ છે.જે અંગે પોલીસ મથક ખાતે નોંધ કરીને આ બાબતે બીટ વિસ્તારના જમાદાર ફિરોઝભાઇ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News