મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત


SHARE







વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બસ સ્ટેશન પાસે ઇકો ગાડીના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં કોઠારીયા પાસે પેટ્રોલ પંપ નજીક રહેતા ભમરુભાઈ કાળીયાભાઈ મેડા જાતે આદિવાસી (૩૫) એ ઇકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૫૨૦૩ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ બસ સ્ટેશન પાસે તેઓનો દીકરો સાઈનેસ ઉર્ફે શૈલેશ (૫) રમતો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં સાઈનેસને માથામાં અને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News