મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા રાજકોટના રમેશ ફેફર સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા રાજકોટના રમેશ ફેફર સામે પગલાં લેવાની માંગ

 વર્તમાન સમયમાં પોતાની જાતને કલકી અવતાર ગણાવતા રમેશ ફેફરે તાજેતરમાં ભગવાન પરશુરામ અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન આપેલ છે જેથી કરીને બ્રહ્મસમાજમાં રોષની લાગણી છે અને ગામો ગામ તેની સામે પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે રમેશ ફેફર સામે કડક પગલાની માંગ સાથે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપના લોકોએ હાલમાં જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રાજકોટના રમેશ ફેફર દ્વારા સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દૂ ધર્મ તેમજ ખાસ કરીને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ વિષે અને બ્રહ્મસમાજ વિશે આપત્તિજનક નિવેદન આપવામાં આવ્યું છે જેનાથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે અને સામાજિક સમરસતાને ડહોળવાના પ્રયાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત તેણે કરેલા નિવેદનમાં સમગ્ર બ્રાહ્મણ સમાજનો નાશ કરવાની ધમકી આપી છે તેમજ પ્રધાનમંત્રી અંગે પણ આપત્તિજનક ભાષા પ્રયોગ કરેલ છે. તેણે કરેલા નિવેદની પાછળ તેનો ઈરાદો શું છે ? તથા આવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનાર કોઈ ષડયંત્ર તો નથી ને ? તેની તપાસ કરીને આ શખ્સની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News