મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલને સહોદય સૌરાષ્ટ્ર-૨૦૨૩ નું ટાઇટલ મળ્યું


SHARE







મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલને સહોદય સૌરાષ્ટ્ર-૨૦૨૩ નું ટાઇટલ મળ્યું

સહોદય સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ કાર્નિવલ-૨૦૨૩ ક્રિકેટ અંડર ૪ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ જામનગર ખાતે યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ૧૬ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબી સંચાલિત મોરબી ક્રિકેટ એકેડમીની અંડર ૧૪ ટીમે સતત સારો દેખાવ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને વિજેતા બની હતી. અને ફાઇનલમાં દિલ્લી પબ્લીક સ્કુલ જામનગરને હરાવીને ટાઇટલ મેળવ્યું હતુ. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ પ્રિયાંશુ દ્વિવેદી, બેસ્ટ બેટ્સમેન અભય કાલરીયા, બેસ્ટ ફિલ્ડર અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝ જયવીરસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમના કેપ્ટન અંશ ભાકરે પ્રિન્સિપાલ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલના હસ્તે ટ્રોફી અને મેડલ મેળવ્યા હતા. દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રમતગમત વિભાગના વડા અલી ખાને આ જીત માટે તમામ ખેલાડીઓની મહેનત અને સમર્પણને શ્રેય આપ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, સહોદય સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ કાર્નિવલ-૨૦૨૩ સીબીએસઇ શાળાના ખેલાડીઓ માટે છે અને તેનું આયોજન સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે.






Latest News