મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઇન કરાયેલા વાહનોની હરરાજી કરાશે


SHARE











મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઇન કરાયેલા વાહનોની હરરાજી કરાશે

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૭૭ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૧ વાહન મળી કુલ ૭૮ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૪-૯ ના રોજ ૧૨ કલાકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે.

આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીશ્રીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો "OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવાયું છે.

ચાર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૯-૨૩ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને - સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે






Latest News