મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અંતર્ગત બિઝનેસ ટોક યોજાઇ


SHARE







મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અંતર્ગત બિઝનેસ ટોક યોજાઇ

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, ભારતીય કિશાન સંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ જિલેશ કુમાર બી.કાલરીયા, ભાવિશાબેન સરડવા તેમજ મધુસૂદનભાઈ પાઠક દ્વારા ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને જુદાજુદા મુદે સમજૂતી આપવામાં આવી હતી જેમાં જોબ સિકરને બદલે જોબ ગીવર બનવું, સરકારી નોકરી માટે મહેનત કરવાને બદલે આત્મ નિર્ભર બની દેશમાંથી બેરોજગારીને કંઈ રીતે દૂર કરી શકાય, લઘુ ઉધોગને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી, વોકલ ફોર લોકલને ખરા આર્થમાં સફળ બનાવવું, વિદેશી ચીજવસ્તુને બદલે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ વધારવો વિગેરેનો સમાવેશ થાય છે આ તકે નીલકંઠ વિદ્યાલયના દરેક કાર્યક્રમમાં તત્પર રહેતી વિદ્યાર્થીનીઓ બોડા યશ્વી હરેશભાઈ, ભીમાણી બંસી સવજીભાઈ, પરમાર શિવાલી નરેન્દ્રસિંહ અને વજરિયા ક્રિષા હેમલભાઈ કે જેઓએ "નયા ભારત-આત્મનિર્ભર ભારત-૨૦૨૩" કાર્યક્રમને સફળ બનાવવામાં ઓર્ગેનાઈઝર અને વોલન્ટિયર તરીકે અમૂલ્ય યોગદાન આપેલ હતું તે બદલ તેઓને ઇનામ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News