મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદમાં ઘેટાં લઈને જતાં પશુપાલકે ગાડી ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડી વડે માર માર્યો


SHARE







હળવદમાં ઘેટાં લઈને જતાં પશુપાલકે ગાડી ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે લાકડી વડે માર માર્યો

હળવદમાં રહેતો યુવાન ઘેટા ચરાવીને મીરા બોડિંગ ગેરેજથી આગળ જીવરાજ પાર્ક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી ગાડી લઈને આવેલા શખ્સને ગાડી ધીમી ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને યુવાન પાસે રહેલ લાકડી તેની પાસેથી જૂટવી લઈને તે લાકડી વડે તેને જમણા કામ ઉપર એક ઘા માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ગોપાલભાઈ ઝાલાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૫)એ હાલમાં પ્રભાત ઉર્ફે ટેંગો લક્ષ્મણભાઈ કોળી રહે/ પંચમુખી ઢોરા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદમાં આવેલ મીરા બોર્ડિંગ ગેરેજથી આગળ જીવરાજ પાર્ક તરફ જવાના રસ્તા ઉપરથી તે ઘેટા ચરાવીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સામેથી આરોપી ગાડી લઈને આવતો હોય ફરિયાદી યુવાને તેને ગાડી ધીમે ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું ન લગતા તેને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદીના હાથમાં રહેલ લાકડી જૂટવી લઈને ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો ત્યારે જમણા કાન ઉપર લાકડીનો ઘા મારવાથી તેને ઈજા થઈ હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News