મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૧૯ જુગારી પકડાયા


SHARE











મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૧૯ જુગારી પકડાયા

મોરબી તાલુકાના તળાવિયા સનાળા નજીક, શોભેશ્વર રોડે અને મહેન્દ્રનગર ગામ પાસે આવેલા આઇટીઆઇ નજીક જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે ૧૯ જુગારીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ૬૧,૧૦૦ ની રોકડ કબજે કરેલ છે અને તેની  સામે જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના તળાવિયા સનાળા ગામની સીમમાં આવેલ સેન્ટ્રો સીરામીક કારખાના સામે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મોરબી તાલુકા પોલીસ ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ નરશીભાઈ કગથળા (૩૦) રહે. તળાવિયા સનાળા, બાબુભાઈ દલાભાઈ રાઠોડ (૩૩) રહે સ્કોટલેન્ડ કારખાનાની ઓરડી, ભાવેશભાઈ હેમુભાઈ ચાવડા (૨૮) રહે સ્કોટલેન્ડ કારખાનાની ઓરડી રાકેશભાઈ રામસેવકભાઈ નિશાદ (૩૩) રહે સ્કોટલેન્ડ કારખાનાની ઓરડી, સોમજીભાઈ ખાનાભાઈ પારગી (૪૪) રહે સ્કોટલેન્ડ કારખાનાની ઓરડી, રાજુભાઈ માંગીલાલ વર્મા (૩૦) રહે સ્કોટલેન્ડ કારખાનાની ઓરડી, અશોકભાઈ શ્યામજીભાઈ સાવરીયા (૪૦) રહે ઉમા રેસીડેન્સી મકાન નં-૬૩ મોરબી, અરવિંદ વિઠ્ઠલભાઈ ડાભી (૩૦) રહે. ઊંચી માંડલ તેમજ રમેશ મનજીભાઈ ચાવડા (૩૫) રહે. ઊંચી માંડલ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૩,૨૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રાજેશભાઈ પોપટભાઈ વડેચા (૩૦), અજયભાઈ કુંવરજીભાઈ વિકાણી (૨૫), યોગેશભાઈ મહાદેવભાઈ ઝીંઝવાડીયા (૩૨), સુનિલભાઈ વિષ્ણુભાઈ શિરોડીયા (૨૫) અને મંજુબેન પ્રહલાદભાઈ ભરમાણી (૩૯) રહે. બધા શોભેસ્વર રોડ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૧૫૦ ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈટીઆઈ પાસે પાવર હાઉસના ઢાળ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશભાઈ નરશીભાઈ સનારીયા (૪૫) રહે. સનાળા, પરષોત્તમભાઈ મૂળજીભાઈ સાવરીયા (૩૨) રહે. મહેન્દ્રનગર, વિજયભાઈ રમેશભાઈ સાવરીયા (૨૦) રહે. સનાળા, ગોપાલભાઈ નીતિનભાઈ પરમાર (૨૫) રહે. ભડીયાદ રોડ અને અજય રમેશભાઈ સનારિયા (૨૧) રહે. મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૭૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 






Latest News