મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું


SHARE







મોરબીમાં સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ના મધ્યસ્થ કાર્યાલય નુ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે  સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતી માં હનુમાન ચાલીસા ના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ.ઉદઘાટન સમારોહમાં પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), પૂ.ગાંડુભગત (મચ્છુ માઁ ની જગ્યા), પૂ.નાગરાજબાપુ (નકલંક ધામ-જાજાસર), પૂ. દેવરામબાપુ (જલારામ મંદિર), પૂ. હરીકીશનદાસજી મહારાજ (રામજી મંદિર), પૂ.હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News