મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં બુટલેગરની તોડ બાબતેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ કાર્યવાહી..? ; પોલીસબેડામાં છ ની બદલી


SHARE







મોરબીના હળવદમાં બુટલેગરની તોડ બાબતેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ કાર્યવાહી..? ; પોલીસબેડામાં છ ની બદલી

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા છ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા છ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.જેમાં પોલીસ હેડ કવાટરમાં ફરજ બજાવતા હિતેશભાઈ મહાદેવભાઇ સાપરાની હળવદ પોલીસ મથક ખાતે, હળવદમાં ફરજ બજાવતા જગદીશભાઈ મૂળજીભાઈ મકવાણાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે, પોલીસ હેડ કવાટર અને સાથે નેત્રમમાં ફરજ બજાવતા આરતીબેન બચુભાઈ દેત્રોજાની મહિલા પોલીસ સ્ટેશન ખાતે, ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ખાલીદખાન રફિકભાઈ કુરેશી તેમજ હળવદમાં ફરજ બજાવતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને હળવદમાં ફરજ બજાવતા અરવિંદભાઈ રઘુભાઈ ઓળખિયાની પોલીસ હેડ કવાટર ખાતે બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા હળવદ ખાતે એક બુટલેગરની કથીત તોડકાંડ મુદ્દે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં દેશી દારૂનો ધંધો કરવા માટે પોલીસને રૂપિયા આપવામાં આવતા હોવાની બાબતનો ઉલ્લેખ હતો અને ત્યારબાદ આ બદલીઓ કરવામાં આવી હોય તેવું હાલ સામે આવી રહ્યું છે.જોકે અન્ય પોલીસ સ્ટેશનોમાંથી બદલી થવામાં અન્ય કારણો પણ સામેલ છે.






Latest News