મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં  આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવી જાણવા મળતીમાહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સાજીદભાઈની વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી ગોવિંદભાઈ અજોસિંગભાઈ મેડા જાતે આદિવાસી (૨૦) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકના નાના ભાઈએ પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભૂલથી ગોવિંદભાઈ પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ જેક સીરામીકની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂમાં જથ્થો હોવાની બાતમી મોરબી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દોઢસો લીટર દારૂના જથ્થા સાથે અમિતભાઈ લાભુભાઈ વરાણીયા (૨૨) રહે. ત્રાજપર, બરકતશા ઉર્ફે ભાણો અલીશા શાહમદાર (૨૨) રહે. એલ.ઇ. કોલેજ પાસે મોરબી અને રાજેશભાઈ પ્રતાપભાઈ દેણીયા (૨૭) રહે વીસીપરા મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ જથ્થો કબજે કરી તેની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રમેશભાઈ પરષોત્તમભાઈ વરાણીયા રહે. ત્રાજપર વાળાના કહેવાથી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા રહે. માળિયા વનાળીયા સોસાયટી વાળા પાસેથી આ દારૂનો જથ્થો લઈને આવ્યા હોવાની માહિતી મળી છે જેથી તે બંનેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News