મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર


SHARE







વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર

વાંકાનેરમાં સાતમ આઠમનાં મેળા માટેનું મેદાન હરરાજી કરીને આપવામાં આવ્યું છે જો કે, નાગા બાવાજી મંદિર સામે તેમજ આસપાસના વિસ્તારના મેદાન સિવાય ગર્લ્સ હાઈસ્કૂલ અને બાપુના સ્ટેચ્યુથી મંદિર સુધી અસંખ્ય નાના મોટા વેપારીઓ સ્ટોલ પર વેપાર કરતા હોય તેમના માટે જગ્યા પાલિકા દ્વારા આપવામાં આવશે

વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું છે કે, સ્ટેચ્યુથી મંદિર સુધીમાં વેપારીઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે અને તેમાંથી થયેલ આવકને શહેરના વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, આ પાલિકાની જગ્યા છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા જ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને આ જગ્યા માટે વેપારીઓએ મેળાના આયોજકને કોઈ પ્રકારની રકમ આપવાની નથી અને જેને સ્ટોલ રાખવા હોય તે વેપારીઓને પાલિકા તરફથી ભાડાની રકમની પાવતી આપવામાં આવશે વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, મેળામાં દરેક રાઇડ્સનાં ભાવ વધારેમાં વધારે રાજકોટથી વધુ નહીં અને પેકિંગ ચીજ વસ્તુઓ પ્રિન્ટ ભાવથી વધુ વસૂલી શકશે નહિ 






Latest News