મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા નામથી હોટલમાં રોકાવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે: હજુ એકની શોધખોળ


SHARE







મોરબીમાં ખોટા નામથી હોટલમાં રોકાવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે: હજુ એકની શોધખોળ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હતો જેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે છેલ્લે જે આરોપીની ધરપકડ કરી હતી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં પહેલા આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ પૂરા થયા પછી તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ આરોપી રાજેન્દ્રસિંહ સુરસંગસિંહ ડાભી જાતે રાજપૂત (૩૪) રહે. હાલમાં વાવડી રોડ સ્વાતિ પાર્ક મોરબી મૂળ રહે. ડાંગરવા કડી મહેસાણા વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ માટે ખોટા આધાર કાર્ડની વ્યવસ્થા કરી આપનારા વિજયસિંહ રાજપુતને પકડવાનો બાકી છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે 






Latest News