મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોની બદલી મુદે ફેર વિચારણા કરવા રેવન્યુ વકીલોની માંગ


SHARE







મોરબી જીલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોની બદલી મુદે ફેર વિચારણા કરવા રેવન્યુ વકીલોની માંગ

મોરબી શહેર અને જીલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોની અરસપરસ બદલીઓ કરવામાં આવી છે જો કે, ઓપરેટરોને મામૂલી પગાર આપવામાં આવે છે ત્યારે જો બીજા તાલુકામાં બદલી કરવામાં આવે તો તેને આર્થિક ભારણ વધે તેમ છે જેથી કરીને રેવન્યુ વકીલોએ બદલીના વિરોધમાં હડતાલ પાડી હતી અને બદલી મુદે ફેર વિચારણા કરવાની માંગ કરી હતી સાથોસાથ માળીયા મિયાણા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આખું અઠવાડિયું કામ ચાલુ કરવાની માંગ કરેલ છે

મોરબી રેવન્યુ બાર એસો. પ્રમુખની આગેવાનીમાં વકીલોએ મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના સામાન્ય વર્ગના ઓપરેટરોની બદલીઓ કરવામાં આવી છે. અને કુલ મળીને ૧૭ જેટલા ઓપરેટરોની પરસ્પર બદલીઓ કરવામાં આવેલ છે જેમાં જુદાજુદા તાલુકામાં ઓપરેટરોને મૂકવામાં આવેલ છે જે બદલીઓ વ્યાજબી નથી. કેમ કે ઓપરેટરોનો માસિક ૬ હજાર પગાર આપવામાં આવે છે અને તેને ઘર ચલાવવું પણ મુશ્કેલ છે ત્યારે બહાર ગામ જવાનું થાય તો તેની ઉપર આર્થિક મુશ્કેલી વધશે જેથી કરીને મોરબી રહેતા ઓપરેટરોની હળવદ બદલી કરવામાં આવી તે અન્યાકારી છે. તેથી મોરબી જિલ્લાના ૭૦૦ જેટલા રેવન્યુ વકીલોએ ઓપરેટરોની બદલીના વિરોધમાં દસ્તાવેજનું કામ ન કરવાનો નિર્ણય કરીને બદલીઓના નિર્ણય માટે ફરી વિચારણા કરવાની માંગ કરી છે તેમજ મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બેટરી બેકઅપની વ્યવસ્થા ન હોય તો પૂરી પાડવાની સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષકને રજૂઆત કરી છે

આવી જ રીતે માળીયા મિયાણા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરી હાલ અઠવાડિયામાં માત્ર સોમવાર અને ગુરુવાર એમ બે દિવસ જ થાય છે તે આખું અઠવાડિયું કામ કરવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં મોરબી રેવન્યુ બાર એસો.ના વકીલોએ જણાવ્યુ છેકે, માળીયા સબ રજિસ્ટ્રાર કચેરી અઠવાડિયામાં માત્ર બે દિવસ જ કામ ચાલુ છે. અને માળીયા કચેરીમાં સ્કેનિંગ ઓપરેટર તથા કોમ્પ્યુટર સિસ્ટમની ઘટ છે. જેથી ત્યાં આખું અઠવાડિયું કામ ચાલુ કરવાની માંગ કરી છે તેમજ સ્કેનિંગ કામ કરવા ઓપરેટર તથા કોમ્પ્યુટર સિસ્ટમ પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી માંગ કરી છે






Latest News