મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે પગપાળા જતા મહિલાને અજાણ્યા વાહને અડફેટ લેતા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસે પગપાળા જતા મહિલાને અજાણ્યા વાહને અડફેટ લેતા રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઈવે ઉપર આવેલા શક્તિ ચેમ્બર પાસેથી પગપાળા જતા મહિલાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત મહિલાને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા નીતાબેન મેરામભાઈ નામની ૧૮ વર્ષીય પરિણીતાને મોરબીના વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર પાસે પગપાળા જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ ઇજા જણાતા હાલ રાજકોટ ખસેડાયા હતા.

સગીરા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિવારની હિતીષાબેન કિરણભાઈ પીઠવા નામની ૧૫ વર્ષીય સગીરા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે તે અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.

યુવાન સારવારમાં

માળિયા મિંયાણાના દેવગઢ (જાજાસર) ગામે રહેતા મેરૂભાઈ બચુભાઈ મોરવાડિયા નામના ૨૩ વર્ષના યુવાનને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે દેવગઢ ગામે ટાઇલ્સ ક્લીનર (એસિડ) પી જતા તેને બેભાન હાલતમાં મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ થતા હરેશભાઇ ચાવડા દ્રારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મેરૂભાઇએ પોતે ભૂલથી એસિડ પી ગયા હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું.હાલ વધુ તપાસ માટે બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News