મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગૃપ, સાર્થક સ્કૂલ, જિલ્લા પંચાયત, માધાપર વાડી શાળા, હડમતીયા શાળા અને ટંકારાની કોર્ટમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો


SHARE











મોરબીમાં નવયુગ ગૃપ, સાર્થક સ્કૂલ, જિલ્લા પંચાયત, માધાપર વાડી શાળા, હડમતીયા શાળા અને ટંકારાની કોર્ટમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, જિલ્લા પંચાયત, માધાપર વાડી શાળા, હડમતીયા શાળા અને ટંકારાની કોર્ટ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તથા મેરી મિટ્ટી મેરા દેશ” થીમ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

નવયુગ સ્કૂલ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસમાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા મેરી મિટ્ટી મેરા દેશ” થીમ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્યારે ધ્વજવંદન સહિતના જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં શહેરમાં પોતાની સેવા આપનાર એક્સ. આર્મી મેન મજબૂતસિંહ ઝાલાએક્સ આર્મી મેન નરેશભાઇ મારવાણીયા તથા શહેર ટ્રાફિક એ.એસ.આઈ. દેવજીભાઇ બાવરવાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ કે.જી. થી કોલેજ સુધીના વિધાર્થીઓ દ્વારા સમૂહગાનલોકગીતડ્રામાડાન્સલેઝીમડંબેલ્સતલવાર રાસવકતૃત્વપિરામિડબેસ્ટ માંથી બેસ્ટ વિગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા સહિતના હાજર રહ્યા હતા

છત્તર પ્રાથમિક શાળા

ટંકારા તાલુકાનાં છત્તર ગામને આવેલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ધ્વજવંદન ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. અને છેલ્લા એક અઠવાડિયાથી  દેશભક્તિની ભાવના વિદ્યાર્થીઓમાં ઉજાગર થાય તે હેતુથી શીલા ફલકનું અનાવરણવસુધા વંદના અંતર્ગત વૃક્ષારોપણવીરોને વંદન અંતર્ગત આર્મીમાં વર્ષો સુધી સેવા આપી ગામનું નામ રોશન કરનાર ભીમાણી હરેશભાઈને સાલ ઓઢાડી સરપંચના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષકોના વરદ હસ્તે સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાઅને શાળાની બે વિદ્યાર્થીની સારેસા સંજના અરવિંદભાઈ અને સારેસા ધ્રુવીશા અરવિંદભાઈને પ્રતિભાશાળી પ્રમાણપત્ર અને બેઇઝ તેમના વર્ગશિક્ષક વાછાણી ચેતનાબેન અને પીઠડીયા હીનાબેન દ્વારા આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના ગ્રામ પંચાયતના સભ્યોએસએમસીના સભ્યો, વાલીઓ સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જેહમત ઉઠાવી હતીઅને કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કરેલ હતું

કુબેરનાથ મહાદેવ

મોરબી ગુજરાત ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમા આન બાન અને શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વકીલ યોગેશ બી. રાઠોડ તરફથી દાદાને દીપમાળા તેમજ હિતેશભાઈ દવે તરફથી દાદાને પ્રસાદ ધરાવી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ રુદ્રાભિષેક કરેલ હતો અને સવારે ૮ વાગ્યે મંદિરની ટોચ ઉપર ધર્મ ધ્વજા ચડાવી હતી અને તેની સાથે ચારે બાજુ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો ત્યારે ભક્તો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના શિખર ઉપર દેશ ભક્તિના ગીતો વગાડી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી

ટંકારા સિવિલ કોર્ટ

ટંકારા સિવીલ કોર્ટ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોર્ટ પરિસરને તિરંગા થિમ સાથે શણગાર કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલ જજ એસ.જી. શેખના હસ્તે ખુલ્લા આકાશમાં આન બાન અને શાન તિરંગો લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. આ તકે ટંકારા કોર્ટ સ્ટાફગણ, બાર એસો.ના હોદેદારો તાલુકાના વકીલો અને શાળના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા.

સાર્થક સ્કૂલ
મોરબીમાં આવેલ સાર્થક સ્કૂલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિધ્યાર્થી અને વાલીઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તિરંગાને ખુલ્લા આકાશમાં આન બાન અને શાનથી લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. ત્યાર બાદ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા અને બાળકોને સુવર્ણ પ્રસનના ટીપાં પણ પીવડાવવામાં આવ્યા હતા

હડમતિયા એમ.એમ. ગાંધી વિધાલય

ટંકારાના હડમતિયામાં ૧૫ મી ઓગસ્ટની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તિરંગાને સરપંચ હસ્તે લહેરાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રીય ગાન સમૂહમાં ગાવામાં આવ્યું હતું અને શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ધો. ૧ થી ૧૦ સુધીમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને દાતાઓસરપંચઆગેવાનોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ હડમતિયા કન્યા તાલુકા શાળાથી શ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય સુધી બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી  આ તકે ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયાઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાપંચાયત સદસ્યોઓ, તલાટીકમ મંત્રી, માધ્યમિક શાળાના પ્રમુખટ્રસ્ટીઓઆચાર્ય ધનશ્યામભાઈ અઘારાકન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયાકુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા સહિતના હાજર રહ્યા હતા

જિલ્લા પંચાયત

મોરબી જિલ્લા પંચાયત ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીડીઓ ડી.ડી. જાડેજા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા હાજર રહ્યા હતા અને ત્યાર ધ્વજ વંદન બાદ લાયન્સનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા દ્વારા શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા

માધાપરવાડી શાળા

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઈન્ડિયન લાયન્સ કલબના પ્રમુખના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને કુમાર-કન્યા શાળાના બાળકોએ સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યારે સરપંચ ડો. ગણેશભાઈ નકુમ, ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ મયુરીબેન કોટેચા સહિતના હાજર રહ્યા હતા






Latest News