મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબી જળ પ્રલયની ૪૪ મી વરસીએ મૌન રેલી યોજાઇ: અનેક લોકોની આંખોમાં ફરી પાછું આવ્યું હોનારત


SHARE







મોરબી જળ પ્રલયની ૪૪ મી વરસીએ મૌન રેલી યોજાઇ: અનેક લોકોની આંખોમાં ફરી પાછું આવ્યું હોનારત

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૪ વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નિશ્ચિત છે ત્યારે ૪૪ વર્ષ વીતી ગયા હોવા છત પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવે છે ત્યારે આજે યોજેલ મૌન રેલીમાં ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૪ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે

જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે ૪૪ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી

આ વર્ષે પાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, પ્રદીપભાઇ વાળા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, ભાવેશભાઈ કંઝારીયા, રિશિપભાઇ કૈલા, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, દેવાભાઇ અવાડિયા, કેતનભાઇ વિલપરા, પરેશભાઇ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, મનુભાઈ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સીરોહિયા, અશિફભાઈ ઘાંચી, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, કે.ડી. પડસુંબિયા, એલ.એમ. કંઝારીયા, રામભાઇ રબારી, કલેક્ટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી




Latest News