મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફેરવી યુવાનનું મોત નિપજાવનાર પકડાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફેરવી યુવાનનું મોત નિપજાવનાર પકડાયો

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં યુવાનના માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવમાં આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં રફાળેશ્વર ગામની સીમમાં પોલીસ હેડ કવાર્ટરની સામે આવેલ સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા પ્રદીપસિંહ કુંવરબહાદુરસિંહ ગહરવર જાતે રાજપૂત (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમા તેને જણાવ્યુ છે કે, સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં આવેલ કાચા રસ્તા ઉપર તેના કૌટુંબિક ભાઈ અરૂણકુમારસિંહ હીરામણી ગહરવર (૩૬) ના માથા ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ટ્રકના તોતિંગ વ્હીલ ફેરવી દેતા તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને તે સમયે ત્યાંથી નાસી ગયો હતો.જે ફરિયાદમાં પીએસઆઇ એસ.એન.સગારકા દ્વારા અકસ્માત સર્જીને ભાગી છુટેલા આમીલખાન શરીફખાન પઠાણ (૩૦) રહે. મલાણકા ગામ લુડિંગ કલા તા.પુન્ટ્ટાલા જી.નુંહ હરીયાણાની ઉપરોકત અકસ્માત બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર ગામે ભરવાડવાસ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ મહાદેવભાઈ કંડીયા જાતે પટેલ (ઉમર ૪૯) ને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓ પોતાના ભાઈના ઘર પાસે ઓટલે બેઠા હતા ત્યારે જૂની અદાવતમાં મુકેશ છગન તેમજ વિનુભાઈ અને ધર્મેન્દ્રભાઈએ ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે ડે તેમને માર માર્યો હતો.જેથી કરીને સારવારમાં ખસેડાયા હતા જે અંગે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા વધુ તપાસ ચલાવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના લાલપર ગામે ધાર વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પાસે રહેતા મનોજકુમાર બીસોપ  નામના ૨૮ વર્ષીય યુવાને મોડી રાત્રિના તેના ઘરે કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી..




Latest News