મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત


SHARE







મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત

ગુજરાતભરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના જે પડતર પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી ગુજરાતભરમાં તમામ જિલ્લાઓમા જિલ્લા મથકોએ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર અને ડીઇઓ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓના એફઆરસી, આરટીઇ અને શાળાઓને પડતી વિવિધ વહીવટી મુશ્કેલીઓને દૂર કરવા માટેની રજૂઆત કરી હતી.

મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખની આગેવાનીમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રોજેરોજ અલગ-અલગ પ્રકારની 52 જેટલી ઓનલાઈન કામગીરીના પરિપત્રો કરવામાં આવેલ છે આ કામગીરીમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી છે અને શાળા સંચાલકોએ સરકાર સમક્ષ સિંગલ પ્લેટફોર્મ તૈયાર કરવાની માંગ કરી છે અને શાળાઓએ વારંવાર આવતા પરિપત્રોના જવાબ આપવા પડે અને શિક્ષકો તે સમય બાળકો પાછળ ફાળવી શકે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગ કરી છે. આટલું જ નહીં વર્ષ 2017 માં એફઆરસી અસ્તિત્વમાં આવી ત્યારથી ફી ના સ્લેબમાં કોઈ સુધારો થયો નથી. માટે જે શાળાઓને ફી માં 10 ટકાથી ઓછો વધારો કરવાનો હોય તેઓને માત્ર એફિડેવિટ રજૂ કરવાથી ફી વધારો મળી રહે તેવું કરવા માટે સરકારને રજૂઆત કરી છે કેમ કે, મોંઘવારીના લીધે દરેક જગ્યાએ વધારો થયો છે જો કે, શાળાઓના વિકાસ અને નિભાવ માટે ફંડની જરૂર પડે છે. જેથી ફી માં 10 ટકાના વધારા માટે સરળીકરણ કરવામાં આવે તે જરૂરી છે. તેમજ આરટીઈ એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની ફી બાબતે હાઈકોર્ટમાં અપીલ કરી છે આ મામલે હાઈકોર્ટે સરકારને માર્ગદર્શન અને સ્પષ્ટ ચુકાદો આપેલો છે કે, સંસ્થાઓને એફઆરસી દ્વારા મંજૂર કરવામાં આવેલ અથવા તો નજીકની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ જે ખર્ચ લાગતો હોય તે રકમ ચૂકવવામાં આવે તો સરકાર દરેક શાળાને એફઆરસી દ્વારા નિયત કરેલી ફી આરટીઇ ના વિદ્યાર્થીઓ માટે ચૂકવે તેના માટેની રજૂઆત કરવામાં આવેલ છે.




Latest News