મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા સેવા સેતુકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  દરમ્યાન  ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુકાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ, યોજનાઓ તથા જરૂરી અરજીઓ અંગેની કામગીરી એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર જ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આથી સંબંધિત ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોરબીના ટીડીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ટીંબડી તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્ય તેમજ ICDS, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધેલ હતો.




Latest News