મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર નગરપાલિકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા મારી માટી મારો દેશનામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાંકાનેર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નેહરુ ગાર્ડન ખાતે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વીરોને વંદન કરવાના મારી માટી મારો દેશકાર્યક્રમ વાંકાનેર ખાતે અન્વયે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમ્ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે ધારાસભ્યશ્રીએ વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ વસુધા વંદન કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં વાંકાનેરની માટીને એકત્ર કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા માથે કળશ લઈ તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર પણ સૌએ સેલ્ફી લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સાથે વાંકાનેર નગરપાલિકાની ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, મામલતદાર ઉત્તમભાઈ કાનાણી, અગ્રણી પરેશભાઈ મઢવી, સ્થાનિક આગેવાનો સહિત શહેરીજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.




Latest News