મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા !


SHARE







વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા !

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને તેની માલિકીનો ટ્રક જે શખ્સને વેચ્યો હતો તેણે અડધી રકમ આપ્યા બાદ બાકીની અડધી રકમ આપી ન હતી જેથી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઈ નરોતમભાઈ મીણીયા જાતે કોળી (૨૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી તાલુકો પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માલિકીનો ટ્રક નંબર જીજે ૩ એટી ૪૬૨૪ ૫.૫૦ લાખ રૂપિયામાં આરોપી ભુરાભાઈ દાનાભાઈ મોરીએ ખરીદ્યો હતો અને જે તે સમયે ટ્રકની અડધી રકમ ૨.૭૫ લાખ આપી દીધી હતી જોકે બાકીના ૨.૭૫ લાખ રૂપિયા ન આપીને ફરિયાદીના નાણા ઓળવી જઈને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News