મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત નારી જાગૃતિ સેમીનાર યોજાયો


SHARE







વાંકાનેર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત નારી જાગૃતિ સેમીનાર યોજાયો

જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા વાંકાનેરમાં આવેલ અરુણોદય સોસાયટી ખાતે નારી વંદન ઉત્સવઅંતર્ગત મહિલા સુરક્ષા દિવસને અનુલક્ષીને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જિલ્લા કક્ષાના નારી જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયેના કાયદા તથા પ્રોટેક્શન ઓફિસરની ભૂમિકા વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશન મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકા દ્વારા મહિલા સામે થતા અત્યાચાર અન્વયે રક્ષણ માટે પોલીસની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.વી. કાનાણી દ્વારા સ્ત્રી સશક્તિકરણ બાબતે દરેક સ્ત્રીને સહયોગી બનવા હાકલ કરી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાએ  કાર્યરત ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા હબની કામગીરી વિષે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભિયમ મહિલા હેલ્પલાઇન”, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, આઈ.સી.ડી.એસ., તાલુકા કાનૂની સેવા સતામંડળ વગેરે દ્વારા ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી.






Latest News