મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે લેમીનેટ યુનિટમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના સોખડા ગામ પાસે લેમીનેટ યુનિટમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા પાસે લેમીનેટના કારખાનાની અંદર આવેલ લેબર કવાટરમાં રહેતા અને મૂળ જૂનાગઢના યુવાને લેબર કવાટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું અને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા પાસે ફાસ્ટેન લેમીનેટ નામનું યુનિટ આવેલ છે.તેના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા અને મૂળ જૂનાગઢના કેશોદ તાલુકાના ડેરવાણા ગામના પ્રફુલભાઈ હમીરભાઈ બકુત્રા જાતે આહિર નામના ૩૫ વર્ષના યુવાને આજે તા.૧-૮ ના મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું અને જેના પગલે તેનું મોત થતા મનોજભાઈ જેરામભાઈ પટેલ (૪૨) હાલ રહે.પાટીદાર ટાઉનશીપ ટીંબડી પાટીયા પાસે મોરબી મૂળ રહે.ખલીપુરા રોડ વંથલી બાયપાસ ગોવર્ધન જુનાગઢ એ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરતા તાલુકા પોલીસ દ્વારા મૃતક પ્રફુલભાઈ બકુત્રાની ડેડબોડી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી.હાલ તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા વાઘગઢ ગામે મિસ્ત્રી શેરીમાં રહેતા રમેશભાઈ ભુરાભાઈ ઉઘરેજા નામના ૪૮ વર્ષીય આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈક લઈને ઘનશ્યામગઢ ગામેથી રાજપર ગામે જતા હતા ત્યારે રાજપર ગામે ડેમ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેઓને ઇજા થતાં સારવાર માટે અહીં લાવવામાં આવ્યા હોય હાલ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં 

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામે રહેતા નરેન્દ્રસિંહ અભયસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાનને તા.૩૧-૭ ના સાંજે છએક વાગ્યાના અરસામાં ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News