મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષા-બોલેરો વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષા-બોલેરો વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર નજીક જીઆઇડીસી પાસે રીક્ષા અને બોલેરો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસતોને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બંધુનગર ગામે રહેતા વિમલભાઈ નવીનભાઈ ડાભી (૨૩) અને નવા ઢુવા ખાતે રહેતા રણજીતભાઈ રમણભાઈ (૪૨) ને અકસ્માતના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રફાળેશ્વર જીઆઇડીસી પાસે રિક્ષાવાળાએ બોલેરો ગાડીનો ઓવરટેક કરીને આગળ જઈને બ્રેક કરી હતી જેથી કરીને પાછળ આવી રહેલ બોલેરો ગાડી રિક્ષામાં અથડાતા રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના રોડ ઉપર ખારી વિસ્તારમાં રહેતા દીપકભાઈ કલસિંગ રાણા (૨૩) નામનો યુવાન ઢુવાથી લાલપર બાજુ ટ્રક લઈને જતો હતો તે દરમિયાન અજાણ્યા ટ્રક વાળાએ લાલપર નજીક તેના ટ્રકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં દીપકભાઈને ઇજા થયેલ  હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્કમાં રહેતા જતીનભાઈ કાનજીભાઈ મુછડીયા (૨૧) અને કાનજીભાઈ શામજીભાઈ મુછડીયા (૬૨)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News