મોરબીમાં હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે
મોરબીમાં કરોડોની ટેક્સ ચોરી-સરકાર સાથે કરોડોની છેતરપિંડીના ગુનામાં તાલુકા પોલીસે કરી આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ટેક્સ ચોરી-સરકાર સાથે કરોડોની છેતરપિંડીના ગુનામાં તાલુકા પોલીસે કરી આરોપીની ધરપકડ
મોરબીના રફાળેશ્વર પાસે આવેલ પેઢીના સંચાલક દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે જેથી જીએસટી વિભાગના અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ કરી હતી જેના આધારે તાલુકા પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા અને જીએસટી વિભાગમાં ફરજ બજાવતા પુજાબેન ચંદુલાલ વશ્નાણીએ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી, ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાની સામે સરકારની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, રફાળેશ્વર ઇન્ડ. એસ્ટેટમાં પ્લોટ નં ૧૯૨/૧૯૬ મે. વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી અને ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા (૫૮) રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાનો જેલમાંથી કબ્જો લઈને ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જો કે, આ ગુનામા હજુ બે આરોપીને પકડવાના બાકી છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીની કુલ મળીને ત્રણ પેઢી છે જેમાંથી બે પેઢી દ્વારા કરવામાં આવેલ વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામાં પહેલા એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી હતી અને તે આરોપીના રિમાન્ડ પણ લીધા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને આરોપીનો મોરબી તાલુકા પોલીસે જેલમાંથી કબ્જો લઈને આગળની કાર્યવાહી કરેલ છે