મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારની માંગ


SHARE







મોરબી સહિત ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારની માંગ

મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીખે ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે જેથી કરીને હાલમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવાર દ્વારા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને લેખિતમાં રજૂઆત કરીને ટેટ અને ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં મોરબીના ટેટ અને ટાટ પાસ ઉમેદવારએ જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેરાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્વ ઘડતર માટે રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ અને રાજ્યના વર્તમાન ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર પર થશે. જે વિદ્યાર્થીઓ ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત-દિવસ મહેનત કરીને ટેટ અને ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. અને ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News