મોરબી સહિત ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા ટેટ-ટાટ પાસ ઉમેદવારની માંગ
Morbi Today
ટંકારા તાલુકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ: બીજા તાલુકામાં જરમર
SHARE
ટંકારા તાલુકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ: બીજા તાલુકામાં જરમર
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મેઘરાજ મહેરબાન થયા હતા અને બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો જો કે, બીજા તાલુકામાં જરમર વરસાદ પડ્યો હોવાનુ જાણવા મળેલ છે
મોરબી જિલ્લાના ટંકારામાં મંગળવારે બપોરે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં દેધનાધન બે ઇંચ વરસાદ પડી ગયો હતો જેથી કરીને ટંકારા પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું અને રોડ રસ્તા તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જિલ્લાના કંટ્રોલ રૂમમાં મળતી માહિતી મુજબ ટંકારામાં ૫૭, મોરબી ૯.૫, વાંકાનેર ૭, માળીયા ૮ એમએમ વરસાદ નોંધાયેલ છે









