મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પતરાંના રોડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પતરાંના રોડ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે પતરાના રોડ ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી નજીક આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતો રણજીતભાઈ ભરતભાઈ ડાભી (૨૨) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રોલ્ટા સીરામીક નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે પતરાના રોડ ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને અકસ્માતના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News