મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામે ગુમ થયેલ યુવતીની લાશ તળાવમાંથી મળી


SHARE











મોરબીના બિલિયા ગામે ગુમ થયેલ યુવતીની લાશ તળાવમાંથી મળી

મોરબી તાલુકાના બિલિયા ગામે ખેત મજૂરી કરતા એમપીના પરિવારની યુવતી બે દિવસથી ગુમ થયેલ હતી જેની શોધખોળ કરવા આવી રહી હતી દરમ્યાન ગામની બાજુમાં આવેલ તળાવમાંથી તે યુવતીની લાશ મળી આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બિલિયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યુ હતું કે, નરસીભાઈ રણછોડભાઈ સેરસિયાની વાડીએ ખેત મજૂરી કરતા એમપીના ખરગોન જીલ્લાના આદિવાસી પરિવારની જશોદાબેન હેમરાજભાઈ આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી બે દિવસથી ગુમ થયેલ હતી જેથી કરીને તેને શોધી રહ્યા હતા દરમ્યાન ગામની બાજુમાં આવેલ તળાવમાંથી તે યુવતીની લાશ મળી આવી છે.જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ યુવતી કુદરતી હાજતે ગઇ હતી ત્યાર બાદ તે ગુમ થયેલ હતી જેને શોધતા હતા તે દરમિયાનમાં તેની લાશ મળી છે જેથી મોતનું સાચું કારણ જાણવા માટે તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્રારા પીએમ કરાવીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.મૃતક તેની માતા તથા ભાઈ-ભાભીની સાથે અહીંનૈ બીલીયા ગામે રહીને ખેત મજૂરીનું કામ કરતી હતી.

વાહન અકસ્માતમાં ઇજા પામતા રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાગ્રસ્તને ૧૦૮ વડે બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને અહીંથી પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્ત વનકે બિહારી (ઉમર ૩૦) મૂળ રહે.બસોલી ઉત્તરપ્રદેશ વાળાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોય તે અંગે નોંધ કરીને સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મજૂર યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ લેમ સ્ટોન સીરામીકમાં મજૂરી કામ કરતા શ્યામલાલ કોલ નામના ૪૦ વર્ષના યુવાનને સિરામિક યુનિટમાં કામ કરતી વેળાએ ગરમ માટીમાં દાઝી જતા શિવરાજભાઈ ઠાકુર દ્વારા સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાયેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાયેલ છે.





Latest News