મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો


SHARE







વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને વાંકાનેરના સીપીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ છે અને ભોગબનનારને મુકત કરવામાં આવેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સીપીઆઇ અને તેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસોના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઇ ચાવડા રહે. આંબેડકરનગર-૫થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો કરી ગયો હોવાની ફરિયાદ તા.૧૮-૭+૨૩ ના રોજ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તેમજ ભોગબનનારને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીપીઆઇ વી.પી. ગોલ, મયુરસિંહ, રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા અને હંસાબેન પાપોદરાની સંયુકત ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપી ચોટીલા હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવેલ છે.






Latest News