મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં ભૂલી પડી ગયેલ મહિલાને તેના માતા-પિતાના હવાલે કરતી પોલીસ


SHARE







હળવદમાં ભૂલી પડી ગયેલ મહિલાને તેના માતા-પિતાના હવાલે કરતી પોલીસ

હળવદ પોલીસ સ્ટેશનમાં સીટીમ દ્વારા મહિલા તથા બાળકો તથા સિનીયર સીટીઝન લગતી કામગીરી કરવાની સુચના એસપી તરફથી આપવામાં આવેલ છે ત્યારે હળવદ બસ સ્ટેશન પાસે એક અજાણી મહીલા બેઠી હતી જેથી કરીને સીટીમ તેની પાસે પહોચી હતી અને તેને પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરી હતી ત્યારે મહીલાનું નામ આશાબેન મહેશભાઇ ગણાવા હોવાનું સામે આવ્યું હતું અને મહીલાને પોતાના પતિ સાથે મનદુખ થતા પોતે સીરામીક કારખાને કામ કરતા હોય ત્યાંથી નીકળી ગયેલ અને અંધારૂ થઇ જતા કારખાનાનો રસ્તો ભુલી જતા પોતે ડરી ગયા હતા અને હળવદ આવી બેસી ગયા હતા આ મહિલા દાહોદના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના મંડોલ ફળીયાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાં આ બહેનના માતા-પિતા રહેતા હોય દાહોદ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બહેનના માતાપિતાનો સંપર્ક કરી તેઓને બોલાવ્યા હતા અને મહિલા તેના માતા પિતાને સોપવામાં આવી હતી આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા તેમજ જયેશભાઇ રામભાઇ ચાવડા, મીનાબેન મનહરભાઇ તારબુંદીયા, પૂજાબેન શંકરભાઇ કણઝરીયા અને ભરતભાઇ મોહનભાઇ આલ દ્વારા કરવામાં આવી હતી






Latest News