મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયાથી રાણેકપર સુધીની ડામર પટ્ટીનું રીસર્ફેસ કરવાની માંગ


SHARE







વાંકાનેરના વઘાસીયાથી રાણેકપર સુધીની ડામર પટ્ટીનું રીસર્ફેસ કરવાની માંગ

વાંકાનેર તાલુકાના વઘાસીયાથી રાણેકપર સુધીની ડામર પટ્ટીમાં ખાડા ખબડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા મોરબી જિલ્લાના ડીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, વઘાસીયાથી રાણેકપર સુધી જવાનો ચાર કિલોમીટરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે જેથી કરીને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વાંકાનેર ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ તથા વેપાર ધંધા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિક આ ડામર પટ્ટીનું કામ મંજૂર કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ડામર પટ્ટી બનાવવામાં આવે તેમજ હાલમાં ડામર પટ્ટીનું પેચ વર્ક કરીને ખાડા પૂરવાની કામગીરી તાબડતોબ કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવેલ છે






Latest News