મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના બીબીએ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે અમુલ ડેરી-અમુલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત યોજાઇ


SHARE







મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના બીબીએ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે અમુલ ડેરી-અમુલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત યોજાઇ

મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના બીબીએ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા આણંદ ખાતે અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી.મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાતનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબી શહેરની નામાંકીત ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર મળી રહે તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ કાર્યક્રમોનું આયોજન હરહંમેશ કરવામા આવે છે.ત્યારે તાજેતરમા કોલેજના બીબીએ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક પ્રવૃતિઓનુ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સમગ્ર વિશ્વના સૌથી મોટા સહકારી ક્ષેત્રના એકમ અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાતનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં સંચાલકીય, વાણિજ્યિક તેમજ વ્યવસાયિક ગુણોનો વિકાસ થાય તે અનિવાર્ય છે ત્યારે મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ અમુલ ડેરી તથા ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લઈ ત્યાંની ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટીંગની પધ્ધતિઓ, સંચાલકીય માળખુ, નીતીવિષયક, નિર્ણયીકરણ તેમજ અમલ, હીસાબી પધ્ધતિઓ તથા અંકુશ પધ્ધતિઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન મેળવ્યુ હતુ.વિદ્યાર્થીઓ સાથે કોલેજના મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના શિવમ જાની, નિરવ વિઠ્ઠલાણી, સોનલ પટેલ સહીતનો સ્ટાફગણ જોડાયો હતો.જેમણે વિદ્યાર્થીઓને વિવિધ બાબતોનુ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કર્યુ હતુ.વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસઅર્થે કરાયેલ આ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, એચઓડી નિર્મિતભાઈ કક્કડ સહીતનાઓએ સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.






Latest News