મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં જવાસા રોડ એક્સિસ બેન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયા જાતે લોહાણા (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને શામજીભાઈ અશોકભાઈ ગોરીયા રહે. તમામ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેની ભત્રીજી સાથે શામજીભાઈ અશોકભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે શામજીભાઈએ ઢીકાપાટુનો મૂઢમાર મારીને ઇજા પણ કરી હતી જેથી ઈજા પામેલ હરેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામા પક્ષેથી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૪) રહે વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાએ મુન્નાભાઈ કારીયા, દેવ મુન્નાભાઈ કારીયા જેનીસ કરિયા અને કાળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ કેમ કાતર મારો છો તેવું કહીને ગાળો આપી હતી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News