મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્રની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનના પ્લોટ ઉપર દબાણ કરનારા પિતા-પુત્રની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબી શહેરના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં યુવાનને સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તે પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા દિનેશભાઈ અરજણભાઈ સોલંકી (૪૦)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓસમાણ ઉર્ફે હુસેનભાઇ સુલેમાનભાઈ સેડાત જાતે મિયાણા (૬૫) અને ઇબ્રાહીમ ઉર્ફે ઈભુ ઓસમાણભાઈ સેડાત જાતે મિયાણા (૩૦) રહે. બંને રોહીદાસપરા મોરબી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે સરકાર દ્વારા તા ૨૫/૫/૨૦૧૮ ના રોજ હુકમ કરીને રોહીદાસપરામા આવેલ પ્લોટ નંબર-૧ ની ૧૨૭.૬૧ ચોરસ મીટર જમીન તેને ફાળવવામાં આવી હતી અને આ પ્લોટ ઉપર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવેલ છે અને પ્લોટ પચાવી પાડવામાં આવેલ છે અને પ્લોટ ખાલી નહીં કરી કબજો ચાલુ રાખેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News